તિરંગાયાત્રાનું ગૃહમંત્રી અમિત શાહ કરાવશે ફ્લેગ ઓફ, મોટી સંખ્યામાં જોડાશે લોકો

  

અમદાવાદમાં આજે આયોજીત તિરંગા યાત્રાને અમિત શાહ ફ્લેગ ઓફ કરાવશે.અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજરી આપશે. તેમજ BSF, ઘોડા પોલીસ, પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાશે.






કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં આજે આયોજીત તિરંગા યાત્રાને અમિત શાહ ફ્લેગ ઓફ કરાવશે.અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજરી આપશે. તેમજ BSF, ઘોડા પોલીસ, પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાશે.

તિરંગાયાત્રાના પગલે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત છે. તિરંગાયાત્રા આજે સાંજે  કલાકે કેસરી નંદન ચોક વિરાટનગરથી શરુ થશે. જો તિરંગાયાત્રાના રુટની વાત કરીએ તો કેસરીનંદન ચોક, બેટી બચાવો સર્કલ, ઉત્તમનગર ખોડીયાર મંદિર, કોઠીયા હોસ્પિટલ, જીવણવાડી સર્કલ,ખોડીયાર મંદિર સહિતના વિસ્તારમાંથી તિરંગા યાત્રા યોજાવવાની છે.

બીજી તરફ ગઈકાલે વડોદરામાં યોજાયેલી તિરંગાયાત્રામાં ગૃહ સંઘવી હર્ષ સંઘવીએ સંબોધનમાં અમદાવાદ તિરંગાયાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે અમદાવાદની તિરંગા યાત્રા એટલી વિશાળ હશે તે યાત્રાના તમામ રેકોર્ડ તુટી જશે.

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ભવ્ય યાત્રામાં 50,000થી વધુ લોકોના જોડાવાની શક્યતા છે, જે દેશભક્તિના ઉન્માદને બુલંદ કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે.

આ તિરંગા યાત્રા શહેરના વિરાટનગરના કેસરીનંદન ચોકથી શરૂ થશે અને નિકોલ સુધીના માર્ગ પર પસાર થશે. યાત્રાના માર્ગ પર 10 ટેબ્લો મુકાશે, જે ભારતની આઝાદીના 78મા વર્ષના ગૌરવને ઉજાગર કરશે. આ ટેબ્લોઝમાં સ્વતંત્રતા સંગ્રામ, દેશના સ્વતંત્રતા સેનાનીઓ, અને આજના ભારતના વિકાસની ઝલક જોવા મળશે.  મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું કે, “શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.”

આ યાત્રામાં માત્ર મ્યુનિસિપલ સ્ટાફ જ નહીં, પરંતુ પોલીસ, એસઆરપી, ફાયર બ્રિગેડ, શાળાના બાળકો, રમતવીરો, વિવિધ સમાજના નાગરિકો અને વિવિધ પંથ-ધર્મના ધાર્મિક નેતાઓ સહિત તમામ વર્ગો અને સમુદાયો જોડાશે.

આ તિરંગા યાત્રા “હર ઘર તિરંગા” અભિયાનના અંતર્ગત યોજવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત, 15મી ઓગસ્ટ પહેલાં શહેરના તમામ મ્યુનિસિપલ અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદના ઐતિહાસિક ઇમારતો, બ્રિજ, અને વિશિષ્ટ સ્થળો પર વિશેષ રોશની કરવામાં આવશે. આમાં તિરંગા થીમ આધારિત લાઈટિંગનો ઉપયોગ કરીને સમગ્ર શહેરને દેશપ્રેમના રંગે રંગવાનો પ્રયાસ કરવામાં આવશે.  ઉપરાંત, આ તિરંગા યાત્રા માત્ર એક રેલી નથી, પરંતુ દેશના ઇતિહાસને યાદ કરવા અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવા માટેનું એક મંચ છે. આ કાર્યક્રમ દ્વારા લોકોમાં દેશ માટેની શ્રદ્ધા અને ગર્વની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.


Post a Comment

Previous Post Next Post