વધુ ઉપજ આપતા 109 પ્રકારના બાયોફોર્ટિફાઈડ બીજ વિકસાવ્યા, PM મોદીએ કહ્યું બિયારણની નવી જાત અપનાવો

 



ખેડૂતો સાથે વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કૃષિક્ષેત્રે નવા સંશોધન અને નવીનતા ઉપર ભાર મૂકવા જણાવ્યું. તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલ “જય જવાન, જય કિસાન” ના સૂત્ર અને અટલજી દ્વારા પાછળથી ઉમેરાયેલ “જય વિજ્ઞાન” ને યાદ કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન” સૂત્રમાં “જય અનુસંધાન” ઉમેર્યું છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગઈકાલ રવિવારે 11 ઓગસ્ટે ખેડૂતોને મળ્યા અને ખેડૂતોને નવા વિકસાવેલા બીજની મોટી ભેટ આપી. વાસ્તવમાં પીએમ મોદી પુસા ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ 109 નવા પ્રકારના બીજ લોંચ કર્યા હતા. જે વધુ ઉપજ આપતા અને બાયોફોર્ટિફાઈડ બીજ પણ છે. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

જ્યારે પીએમ મોદી ખેડૂતો સાથે વાત કરવા માટે પુસા પહોંચ્યા, ત્યારે ત્યાં ભારે વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ અધિકારીઓએ પીએમને વિનંતી કરી કે વાતચીત રદ કરવામાં આવે, પરંતુ પીએમએ ભારપૂર્વક કહ્યું કે તેઓ વરસાદ હોવા છતાં ખેડૂતો સાથે વાત કરશે.

PMએ કૃષિ ક્ષેત્રે સંશોધન પર ભાર મૂક્યો


ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ કૃષિમાં સંશોધન અને નવીનતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલ “જય જવાન, જય કિસાન” ના સૂત્ર અને અટલજી દ્વારા પાછળથી ઉમેરાયેલ “જય વિજ્ઞાન” ને યાદ કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન” સૂત્રમાં “જય અનુસંધાન” ઉમેર્યું છે. PM એ કહ્યું કે, કેવી રીતે તેમણે સંશોધન અને નવીનતાને મહત્વ આપતા સૂત્રમાં “જય અનુસંધાન” ઉમેર્યું.

કુદરતી ખેતીનું મહત્વ


પીએમ મોદીએ કહ્યું કે, ખેડૂતો કુદરતી ખેતી અપનાવીને મહત્વની સિદ્ધિઓ મેળવે તેવી અપેક્ષા છે. ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે પીએમએ કહ્યું કે, ખેડૂતો ધરતી માતા પ્રત્યેની તેમની જવાબદારી પ્રત્યે જાગૃત છે અને જંતુનાશકોથી દૂર રહે છે. કુદરતી ખેતી તરફનો આ બદલાવ ખેડૂતોને વધુ સારા પરિણામો આપી રહ્યો છે.



નવી જાતો અપનાવવા પીએમનુ સૂચન


વડા પ્રધાને ખેડૂતોને સંશોધનની મદદથી વિકસિત કરેલા બિયારણની નવી જાતો અપનાવવાનું સૂચન કર્યું, પીએમએ ખેડૂતોને પૂછ્યું કે શું તેઓ બિયારણની નવી જાતોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે કે પછી અન્ય લોકો તેનો ઉપયોગ કરે અને તેના પરિણામો જોયા પછી, તેઓ ઉપયોગ કરવાનું શરૂ કરશે. પીએમએ તેમને સૌપ્રથમ તેમની જમીનના નાના ભાગ પર નવી જાતના બીજનો ઉપયોગ કરવા અને પરિણામો જોવાનું સૂચન કર્યું અને કહ્યું કે જો તેઓને સંતોષકારક પરિણામો મળે તો તેઓએ તેનો ઉપયોગ કરવો જોઈએ અને બીજાને પણ આની જાણકારી આપવી જોઈએ.

ત્રીજી ટર્મમાં ત્રણ ગણી ઝડપે કામ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, વર્તમાન સરકારે ત્રીજી વખત દેશની કમાન સંભાળી છે, જેના કારણે તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપે કામ કરશે.




















Post a Comment

أحدث أقدم